Published By : Parul Patel
- ભરૂચના નર્મદા મૈયા બ્રીજ ઉપરથી પસાર થતી એસટી બસોને સ્પીડ લીમીટ રાખવી પડશે
- ભરૂચ એસટી ડેપો દ્વારા અકસ્માતની ઘટના નિવારવા એક્શન પ્લાન બનાવ્યો
- રાજ્યની તમામ ડેપોની બસના ચાલકોને બ્રીજ ઉપરથી ૪૦ કિલોમીટરની ગતિએ પસાર થવા સુચના અપાઈ
- એસટી ડેપો દ્વારા બ્રીજ ઉપર વરસાદને પગલે માર્ગ ચીકણો થતા અકસ્માતની ઘટના બની હોવાનું તારણ કાઢ્યું
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-17-at-4.55.14-PM.jpeg)
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર નર્મદા મૈયા બ્રીજ અકસ્માતની ઘટના નિવારવા ભરૂચ એસટી વિભાગ દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-17-at-4.54.25-PM-1.jpeg)
હાલમાં છેલ્લા બે દિવસથી ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે એસટી બસોને અકસ્માતની ઘટનાઓને સામે આવી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસમાં એસટી બસોના બે બનાવોની ગંભીરતાને લઇ આ અકસ્માતની ઘટનાને અટકાવવા તાત્કાલિક પગલા ભર્યા છે એસટી ડેપો દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી. અને ભોલાવ એસટી ડેપો ખાતે બે-બે ટીમો બનાવી બ્રિજના બંને છેડેથી પસાર થતી એસટી બસોના ચાલક અને કંડકટર સાવચેતી પૂર્વક ૪૦ કિલોમીટરની ગતિએ બસો ચલાવવા માટે સુચના આપવામાં આવી રહી છે.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-17-at-4.55.15-PM-1024x576.jpeg)
આ પ્રક્રિયા છેલ્લા ૧ દિવસથી રાઉન્ડ ધ કલોક ૨૪ કલાક ચાલુ રાખવા સાથે આગામી ૧ અઠવાડિયા સુધી ત્રણ ટીમો બનાવી ચાલકોને સમજ આપવામાં આવશે સાથે મધ્યસ્થ ડેપો દ્વારા રાજ્યના અન્ય ડેપોની જે બસો આ બ્રીજ ઉપરથી પસાર થાય છે, તેઓને પણ સુચના આપી દેવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા નર્મદા મૈયા બ્રીજ ઉપરનો માર્ગ જયારે વરસાદ પડતો હોય તેવામાં રોડ ચીકણો બનવાથી અકસ્માતની ઘટના બની હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.