ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર ભવન ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોમી એકતાના પ્રતિક મર્હુમ એહમદ પટેલના જન્મદિન નિમિત્તે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીની ઉપસ્થિતિમાં સદભાવના સભા યોજાઇ હતી જેમાં બે મિનીટ મૌન પાળી મર્હુમ એહમદ પટેલને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા અને તેઓના નિખાલસતા ભર્યા સ્વભાવ અને સેવાકીય કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ સદભાવના સભામાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,આગેવાન સંદીપ માંગરોલા,માનસિંહ ડોડીયા અને જીલ્લા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જે બાદ રાતે ભૂખ્યાના ભોજન સેન્ટરના સંચાલક આગેવાન માંગીલાલભાઈ દ્વારા મર્હૂમ અહેમદ પટેલની જન્મ જયંતી નિમિત્તે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું જેમાં અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલ વિશેષ ઉપસ્થિત રહી કેક કટિંગ કરી ભૂખ્યાઓને ભોજન પીરસ્યું હતું
આ પ્રસંગે જરૂરિયાત લોકોને સ્ટીલની થાળીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં અસલમ ખેરાણી, વિનોદ પટેલ, જગમોહન આહિર,રજનીશસિંગ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.