- છેલ્લા ૧૫ દિવસથી દુર્ઘનથી રોગચાળાની દહેશત
- ધારાસભ્યએ સ્થળ પરથી સુચના આપી હોવા છતાં નગર પાલિકાના અધિકારીઓ ફરક્યા નહી હોવાના વેપારીઓના આક્ષેપ
ભરૂચ બુદ્ધદેવ માર્કેટમાં ઉભરાતી ગટરોને પગલે સ્થાનિક વેપારીઓ રોગચાળાની દહેશત સેવી રહ્યા છે
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-28-at-7.21.01-AM-1024x550.jpeg)
છેલ્લા ૧૫ દિવસથી માથું ફાડી નાખે તેવી દુર્ઘન વચ્ચે ભરૂચના બુદ્ધદેવ માર્કેટમાં વેપારીઓ વેપાર કરવા મજબુર બન્યા છે ઉભરાતી ગટરોથી ત્રસ્ત બનેલ વેપારીઓએ વારંવાર નગર પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી છે પરંતુ પાલિકા દ્વારા કોઈપણ જાતની સફી-સફાઈ નહિ કરાવતા વેપારીઓ હેરાન પરેશાન બનાવ્યા છે આ અંગે સ્થાનિકોએ ધારાસભ્ય દુષ્યંત પટેલને રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને નગર પાલિકાના અધિકારીને સ્થળ પર આવી સાફ-સફાઈ કરવાનું કહેવા છતાં પણ અધિકારીઓ ફરક્યા સુધ્ધા નહી હોવાના આક્ષેપ દુકાનદારોએ કર્યા છે જો ધારાસભ્યનું નહિ સંભાળતા હોય તેવા અધિકારીઓ આમ પ્રજાનું શું સાંભળશે તેવા સવાલો ખડા થયા છે ત્યારે તંત્ર વહેલી તકે યોગ્ય પગલા ભારે તે અત્યંત જરૂરી છે.