Published by : Rana Kajal
- તો સાકાર કોમ્પલેક્ષની દુકાનોના શટલ તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ
- જો કે ત્રણેય દુકાનમાંથી કઈ પણ હાથ નહિ લાગતા તસ્કરો વિલા મોઢે પરત ફર્યા
ભરૂચ શહેરમાં આવેલ ફલશ્રુતિ નગર સ્થિત અમરદીપ કોમ્પલેક્ષ અને સાકાર કોમ્પલેક્ષને તસ્કરોએ નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરી પોલીસને પડકાર ફેંક્યો છે.
ભરૂચ શહેરમાં ફરી ચોરીની ઘટનાઓ સામે આવી છે શહેરના હાર્દ સમાન ફલશ્રુતિ નગર સ્થિત અમરદીપ કોમ્પલેક્ષ અને સાકાર કોમ્પલેક્ષની દુકાનોને શુક્રવારના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ પટેલ ટ્રેડર્સ, નાગદાવાલા સેલ્સ અને ઓમ ખેતેશ્વર સ્વીટ્સ એન્ડ ફરસાણ માર્ટના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનોમાં ચોરી કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કંઈપણ હાથ નહિ લાગતા તસ્કરોએ વિલા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. ચોરી અંગેએ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય કે આઈપીએલની ટી-૨૦ મેચ શરુ થતા જ તસ્કરોએ પણ ટી-૨૦ ઇનિંગ રમી પોલીસને પડકાર ફેંક્યો છે.