Published By : Parul Patel
- મોસાળથી દશમે ઘોઘારાવ મંદિરે પરત ફરતા જ જ્યોત ઓલવાઈ, અને ઝૂમરો લાગે છે હલવા
- 50 થી 60 વર્ષ પહેલા ભોઇ અને જાદવ સમાજની બે છડીઓનું થતુ હતું મિલન
- ઝઘડા વધી જતાં દરેક સમાજ નોમ ઉપર ભેટવવા બનાવવા લાગ્યા બે બે છડી
- જાદવ સમાજની છડી મોટી બહેન બાછળ અને ખારવા સમાજની નાની બહેન કાછળ છડી નોમની રાતે ધોળીકુઈમાં કરે છે રોકાણ
- નીચે બેસી પોતાની ઉપરથી છડી પસાર કરાવવાથી દુખિયાઓના દુઃખ દૂર થતાં હોવાની માનતા
- છડીને ફૂલ, સફેદ ધોતિયું, ફુલનો હાર અને છડીદારોને દૂધ પીવડાવવાની પણ રાખવામાં આવે છે મનોકામના
ભરૂચમાં ઉજવાતો છડી ઉત્સવ 250 વર્ષ જૂનો હોવા સાથે તેટલો જ ચમત્કાર અને રહસ્યથી ભરેલો છો. આ ઐતિહાસિક અને દેવીપુરુષના ઉત્સવની અજાણી અને વિસ્મયમાં મૂકી દે તેવી હકીકતો જાણવા જેવી છે.
ભરૂચમાં ભોઇ જાદવ સમાજ, ખારવા મિસ્ત્રી સમાજ અને વાલ્મિકી સમાજની ત્રણ છડીઓ નીકળે છે. ત્રણેયનું મહત્વ, પરંપરા, રિતિરીવાજ, માનતા અલગ અલગ રહી છે. જોકે આજથી 50 થી 60 વર્ષ પહેલાં ભોઇ અને ખારવા સમાજની બે છડીઓનું મિલન થતું હતું.
જોકે તેમાં ઝઘડો થતા અલગ અલગ છડી બનાવવાનું શરૂ કરાયું હવે છેલ્લી અડધી સદીથી ભરૂચમાં 3 નહિ પણ 5 છડીઓ બને છે. અને બનાવેલી બીજી છડીને પહેલી છડી સાથે મિલન કરાવે છે એટલે કે ભેટાવે છે.
ધોળીકુઈમાં જાદવ અને મિસ્ત્રી સમાજની છડીનું થાય છે રાત્રી રોકાણ
નોમની રાતે મોસાળ ગણાતા ભરૂચના ધોળીકુઈના ખારવા અને ભોઇ સમાજની છડીનું રાત્રી રોકાણ થાય છે. ભોઇ સમાજની છડી મોટી બહેન બાછળનું પ્રતીક છે. જ્યારે ખારવા સમાજની છડી નાની બહેન કાછળનું.
આજે શ્રાવણ વદ દશમે છડી ઘોઘારાવ મંદિરે લાવતા જ અખંડ જ્યોત જાતે બુઝાઈ છે, અને ઝૂમરો હલવા લાગે છે
ધોળીકુઈથી ઘોઘેરાવ મંદિર સુધી શ્રાવણ વદ દશમે છડીઓને પરત લાવતા ખારવા સમાજની જ્યોત આપોઆપ ઓલવાઈ જાય છે અને મંદિરના ઝૂમરો જાતે જ હલવા લાગે છે.
સાતમથી દશમ સુધીની 4 દિવસ સુધીની ત્રણેય સમાજના લોકો જોવે છે આતુરતા પૂર્વક રાહ
ઘોઘેરાવ મહારાજ માતાની વિનંતી થી શ્રાવણ વદ સાતમથી દશમ સુધી જ પૃથ્વી ઉપર આવતા હોય આ ચાર દિવસની ત્રણેય સમાજના લોકો દ્વારા આતુરતાથી રાહ જોવાય છે. દેવીપુરુષના પ્રતીક છડી આ ચાર દિવસમાં અનેક દુખિયાઓના દુઃખ દૂર કરતા હોવાની માનતા.
જમીન ઉપર બેસી ઉપરથી છડી પસાર કરતા દુઃખો દૂર થાય છે
મહિલાઓ સહિત શ્રદ્ધાળુઓ જમીન ઉપર બેસી તેમની માનતા પૂર્ણ કરે છે. જેમના માથા ઉપરથી છડીને પસાર કરવામાં આવતા બાધાઓ પુરી થવા સાથે દુઃખ દૂર થાય છે.
સફેદ ધોતિયા, દૂધ, ફુલનો હાર પેહરાવવાનું મહત્વ
છડીને સફેદ ધોતિયા, ફૂલ, ફુલનો હાર ચઢાવી શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ કરે છે. છડીદારોને દૂધ પીવડાવવાની બાધા આખડી પૂર્ણ કરવાનું અને પુણ્ય મેળવવાનું રહેલું છે મહત્વ.