- પોલીસે ૪૮ હજારનો દારૂ અને કાર મળી કુલ ૧૦.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભરૂચના ધોળીકુઈ બજાર મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર હનીફ દિવાનને ૪૮ હજારના દારૂ અને કાર મળી કુલ ૧૦.૪૮ લાખના મુદ્દામાલ એલસીબીએ ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના ધોળીકુઈ બજાર મારવાડી ટેકરા ખાતે રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન દિવાન કાર નંબર-જી.જે.૦૫.આર.એમ.૧૨૯૭માં વિદેશી દારૂનો જથ્થો ભરી તેના ઘર તરફ જવાનો છે જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા હતા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારતા બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન દિવાનને ઝડપી પાડ્યો હતો અને વિદેશી દારૂની ૪૮૦ નંગ બોટલ તેમજ કાર મળી કુલ ૧૦.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂનો જથ્થો આપનાર ઝોકલા ગામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.