Published by: Rana kajal
- એસ.ટી. ઉમેદવારની બિરસામુંડા ભવન અને કરાઈ પોલીસ ટ્રેનિંગ ખાતે ઇન્ચાર્જએ પણ શું કરી ખરાઈ ઉઠ્યા સવાલ
- ન ફિઝિકલ ટેસ્ટ, ન પ્રિલીમરી પરીક્ષા ન ફાઇનલ એક્ઝામ
- સીધું જ પરીક્ષા પાસ કર્યા ના કોલ લેટરમાં મયુર લાલજી તડવી નામના યુવાને પોતાનું નામ લખી ટ્રેનિંગ જોઈન્ટ કરી
- પોલીસ વિભાગના ધ્યાને એક મહિના બાદ ફેક PSI ની તાલીમ લેતો મયુર ઝડપાતા હવે કાર્યવાહી શરૂ
પોલીસ વિભાગમાં બિન હથિયારધારી PSI ની તાલીમમાં ભરૂચના યુવાનના નામ ઉપર પોતાનું નામ લખી કરાઈ પોલીસ ટ્રેનિંગ ખાતે છેલ્લા એક મહિનાથી તાલીમ લેતો ડભોઇનો ફેક PSI મયુર તડવી ઝડપાયો છે.
હેકિંગ અને ટેમ્પરરીંગ કરી પોલીસ વિભાગના કરાઈ ખાતે ટ્રેનિંગ દરમ્યાન ફેક કેન્ડીડેટ તરીકે મયુર કુમાર લાલજીભાઈ ચાવડાની પૂછપરછ હાથ ધરાઈ છે. ભરૂચની એ ડિવિઝન પોલીસ લાઈનમાં રહેતા અને હે.કો. તેરસિંગના પુત્ર વિશાલ રાઠવાના નામ પર મયુરે પોતાનું નામ ચડાવી અને કરાઈ ખાતે ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી.

સોમવારે સાંજે મયુર તડવી વેરિફિકેશન દરમિયાન ઝડપાઈ જતા ડીઆઈજી અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ તેની પૂછપરછ હાથ ધરી છે.
કરાઈ ખાતે મુખ્ય ગેટ ઉપરથી ગૃહ વિભાગમાંથી આવેલું લિસ્ટ વેરીફાઈ કર્યા વગર ફક્ત કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવાયા હોય જેના કારણે ફેક કોલ લેટર લઈ મયુર ચાવડા પણ ટ્રેનિંગ લેવા અંદર ઘૂસી ગયો હતો.
એસટી ઉમેદવારોના લિસ્ટ માં વિશાલ રાઠવાનું ત્રીજા ક્રમ પર નામ હોય જે નામ પણ એડિટ કરી મયુરે પોતાનું નામ મયુર કુમાર લાલજીભાઈ તડવી લખી દીધેલ હોવાનું સામે આવ્યું છે.

વિશાલના પિતા તેરસિંગભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે પોલીસ હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે કાંડ કરતા સમગ્ર પરિવાર ચિંતામાં આવી ગયું છે.
રાત દિવસ મહેનત કરી અને બિન હથિયારધારી પીએસઆઇની પરીક્ષામાં એસટી ઉમેદવાર તરીકેની પસંદગી પામેલ વિશાલ રાઠવાના માતા એ પણ પુત્રને ભણાવવામાં અથાગ મહેનત કરી છે. બિન હથિયાર ધારી PSI ની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારના લિસ્ટમાં ડભોઇના આ મયુર પોતાનું નામ ચઢાવી દઈ એક મહિનાની ટ્રેનિંગ અને 38 હજાર જેટલો પગાર પણ લઈ લીધા બાદ ઉચ્ચ અધિકારીઓને આ કાંડ ખબર પડતાં હાલ તો અનેક સવાલો ઉભા થયા છે.





