Published By : Aarti Machhi
ભરુચ શહેરમાં જર્જરિત મકાનો વરસાદી વાતાવરણમાં ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં મુસ્લિમ ખારવાવાડમાં સોનબેન નારણ સોલંકીનું બે માળનું મકાન આવ્યું છે.જે મકાન જર્જરિત બનતા આજરોજ વહેલી સવારે ધરાશાયી થયું હતું જેને પગલે દોડધામ મચી જવા પામી હતી.જો કે મકાનનો કાટમાળ બાજુના મકાન ઉપર પડતાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનામાં મશીન દબાઈ જતાં નુકશાન થયું હતું.ઘટનાની જાણ પાલિકા ફાયર વિભાગમાં થતાં ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આજુબાજુના મિલકત ધારકોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આ ઘટના બની છે.