Published By : Parul Patel
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાલિકાના સરદાર શોપિંગ સેન્ટરનો સ્લેબ રાતના સમયે તૂટી પડતા દુકાનદરોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે.
ભરૂચ નગર પાલિકા સંચાલિત સરદાર શોપિંગ સેન્ટર છેલ્લા ઘણા સમયથી જર્જરિત બન્યું છે. અવારનવાર આ શોપીંગમાં સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી છે, ત્યારે ગતરોજ રાતના સમયે એકવાર ફરી સ્લેબનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. જો કે રાતના સમયે ઘટના બની હોવાથી કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. અનેક વાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પગલા નહી ભરતા દુકાનદારો જીવના જોખમે વેપાર કરવા મજબુર બન્યા છે.