ભરૂચ શહેર એ ડિવિઝનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સેવાશ્રમ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં આંક ફરકનો જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતા ચાર જુગારી આંક ફરકની સ્લીપ, આંકડા, રોકડા 20 હજાર અને બે મોબાઈલ સાથે ઝડપાઇ ગયા હતા.
પોલીસે જુગરધારા હેઠળ આલી પાંજરાપોળના જીતેન્દ્ર વસાવા, અયોધ્યાનગરના અજય વર્મા, મારુ ફળિયાના મુકેશ વસાવા અને સુથિયાપુરાના રમેશ વસાવાની ધરપકડ કરી હતી.