Published by : Rana Kajal
હસમુખભાઈ પટેલ અને તેમના પત્ની શર્મિષ્ઠાબેન બન્ને સિનિયર સિટીઝન છે તેમજ પુત્ર ઓસ્ટ્રેલિયા ખાતે રહેતો હતો અને તેઓ એકલાં રહેતા હતા. તેવામાં મળસ્કે આ લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં રૂ 6 લાખ કરતાં વધુ મતાની લૂંટ થઈ હતી. આ બનાવની તપાસ સી ડિવિઝન પોલીસ કરી રહી છે. સાથે જ SOG અને LCBની ટીમ પણ તપાસ કરી રહી છે. તપાસમાં અત્યાર સુધીમાં એમ જણાયું છે કે લૂંટારુઓ ગુજરાતીમાં વાતચીત કરતા હતા. સાથે જ શર્મિષ્ઠાબેનના જણાવ્યા મુજબ બે લૂંટારૂઓની બુકાની વારંવાર ઉતરી જવાથી શર્મિષ્ઠાબેને લૂંટારૂઓનો ચહેરો જોયો હોઈ તેમના વર્ણનના આધારે સ્કેચ તૈયાર થઈ શકે તેમ છે. અત્રે નોંધવું રહ્યું કે ઝાડેશ્વર ચોકડીથી તવરા અને શુક્લતીર્થ સુધીના રોડ પર બાંધકામના પ્રોજેક્ટ ચાલતા હોય… ઘણા શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે ત્યારે હાલ શંકાની સોય શ્રમજીવીઓ તરફ જઈ રહી છે.