Published by : Anu Shukla
ભરૂચની એમ કે કોલેજ ઓફ કોમર્સે દ્વારા એન.એસ.એસ કેમ્પની પૂર્ણાહુતિનો સમારંભ નવા તવરા ખાતે મંગળમઠમાં નર્મદા કિનારે યોજ્યો હતો. જે કોલેજના આચાર્ય ડૉ વિજયકુમાર જોશીના અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. મંગળમઠમાં યોજાયેલ કેમ્પમાં ગામના તથા મઠના મહંત ઉપસ્થિત રહ્યા હતા. વિધાર્થીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ખુબ સુંદર સેવા આપી જેમાં ગામ સફાઈ, નર્મદા કિનારે સાફ સફાઈ તથા રાષ્ટ્રીય કાર્યક્રમો તથા દેશ ભક્તિના જુદા જુદા કાર્યક્રમો કરીને દેશભક્તિની ભાવના વ્યકત કરી હતી. કેમ્પમાં કોરોના વેક્સિનનો કાર્યક્રમ યોજાયો હતો. પશુપાલન ચિકિત્સાની માહિતી પણ મેળવી હતી. વિધાર્થીઓએ કબીરવડનો પ્રવાસ પણ યોજયો હતો.

આચાર્યએ પોતાના વક્તવ્યમાં આ કેમ્પમાં ભાગ લીધેલા વિધાર્થીઓને ખુબ અભિનંદન પાઠવ્યા હતાં તેઓએ કરેલા કાર્યોને બિરદાવ્યા હતા અને જીવનમાં આ કેમ્પમાં જે શીખવા મળ્યું તેનો અમલ કરવા માટેની હાકલ કરી હતી.
