Published By:-Bhavika Sasiya
- અંકલેશ્વરની મતાદાર સી.સી. ઝામ્બીયા અને મલાવીના ક્રિકેટ પ્રવાસે જશે.
- મુનાફ પટેલ પણ આજ ક્લબ માં ક્રિકેટ રમતા હતા.
છેલ્લા ત્રીસ વર્ષથી અંકલેશ્વરની મતાદાર ક્રિકેટ ક્લબ કાર્યરત છે જે ક્રિકેટ ટિમ વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ભરુચ જીલ્લામાં જાણીતી થઈ છે. ટીમમાંથી રમી ઘણા ખેલાડી જીલ્લા લેવલે, રાજય લેવલે અને આંતરાષ્ટ્રીય લેવલ ઉપર ક્રિકેટ રમી ચુકયા છે.
ભરૂચ એકપ્રેસ તરીકે ઓળખાતા મુનાફ પટેલ પણ મતાદાર સી.સી.માંથી રમતા હતા.મકબુલ પટેલ,મહેફુઝ પટેલ પણ આજ ટીમમાંથી રમી રાજય લેવલે દેખાવ કર્યો છે.
ત્યારે તારીખ-30મી સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી આફ્રિકા ખંડમાં આવેલ ઝામ્બીયા અને મલાવીમાં બે ટૂર્નામેન્ટ રમવા આ ક્લબ જઇ રહી છે.આ ટૂર્નામેન્ટમાં મલાવી-ઝીમ્બાબવે-ઝામ્બીયા અને ઇન્ડિયાની મતાદાર સી.સી.ની ટીમો વચ્ચે રમાશે.આ ટૂર્નામેન્ટ ઝામ્બીયા ખાતે મીડલેન્ડ ક્રિકેટ એશોસીએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આ ટૂર્નામેન્ટને ઝામ્બીયા ક્રિકેટ બોર્ડ ઝામ્બીયા ક્રિકેટ યુનીયનની પણ મંજુરી મળી છે. ત્યારે મતદાર સી.સી. ના ઇસ્માઇલ મતદારે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય લેવલ નું પ્લેટફોર્મ મળશે જેથી તેઓનું ખેલ કૌશલ્ય વધુ પ્રભાવશાળી બનશે તેમ જણાવ્યું હતું.