Saturday, April 4, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ ઉંધો પાડ્યો, ₹47,500 ની...

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ ઉંધો પાડ્યો, ₹47,500 ની લાંચ લેતા રંગેહાથ પકડાયો

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રકટરના ₹8.65 લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા 47,500 ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો.

ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં RCC રોડ અને પેવર બ્લોકનું કામ કોન્ટ્રકટરે કર્યા બાદ પેમેન્ટનો ચેક આપવા વહીવટદારે માંગેલા વહીવટમાં આજે સમી સાંજે તે ACB ની ટ્રેપમાં ટ્રેપ થઈ ગયો હતો.

ફરિયાદી કોન્ટ્રાકટરને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે કામો તેઓએ પુરા કરી દીધા હતા. તમામ કામોના બીલના કુલ ₹8.65 લાખ કોન્ટ્રકટરને લેવાના થતા હતા

નાણાંના ચેક આપવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર વર્ગ 3 તલાટી રાજેન ગોરધનભાઇ પટેલે ફરિયાદી કોન્ટ્રકટર પાસે બીલની રકમના 5.5 % લેખે ₹47,500 લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી વહીવટદારને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ ACB ને જાહેર કરી હતી.

વડોદરા ACB ફીલ્ડ PI એમ.કે. સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણીયાના સુપર વિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને વહીવદારે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો. જ્યાં પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ₹47,500 ની લાંચ લેતા વહીવટદાર રાજેન પટેલ ACB ના હાથે ઝડપાઇ ગયો હતો. ACB લાંચિયા વહીવટદારની ધરપકડ કરી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી ગુન્હો કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security