- એમ કે કોલેજ ઓફ કોમર્સમાં અભ્યાસ કરતી વિધાર્થીનીએ 50 મીટર દોડમાં સિલ્વર મેડલ અને લાંબી કુદ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો
ભરૂચની એમ કે કોલેજ ઓફ કોમર્સમાં ટી.વાય.બી.કોમ વર્ગમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિધાર્થીનીએ ખેલ મહાકુંભમાં ગોળા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ હાંસલ કરી કોલેજનું નામ રોશન કર્યું
બાળકોમાં રમત ગમત પ્રત્યે રૂચિ આવે તે હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 49માં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહોત્સવમાં ગુજરાત ભરમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ખેલ મહોત્સવમાં ભરૂચની એમ કે કોલેજ ઓફ કોમર્સમાં ટી.વાય.બી.કોમ વર્ગમાં અભ્યાસ કરતી દિવ્યાંગ વિધાર્થીની કે પટેલ ડીમ્પી હિતેશમાઈ એ ભાગ લીધો હતો. ડીમ્પી પટેલે ગોળા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ,50 મીટર દોડમાં સિલ્વર મેડલ અને લાંબી કુદ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. આચાર્ય ડૉ.વિજયકુમાર એ.જોષી તથા સમગ્ર કોલેજ પરિવારે તેની સિધ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતા.