Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચની પાંચ બેઠકો ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે રહ્યો નોટા

ભરૂચની પાંચ બેઠકો ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે રહ્યો નોટા

  • 32 માંથી 17 ઉમેદવારોએ મેળવેલા કુલ 11851 મતો સામે NOTA ના 12755 મત
  • દરેક બેઠક ઉપર સરેરાશ નોટાને 2551 મત મળ્યા

ભરૂચ જિલ્લા વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો ઉપર ભવ્ય જીત સાથે BJP નો ભગવો લહેરાઈ ચુક્યો છે.ગુરૂવારે પરિણામ જારી થયા બાદ કુલ 5 બેઠકો ઉપર રહેલા 32 માંથી 22 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાજપનો વોટશેર 54 ટકાથી વધુ રહ્યો છે ત્યાં પાંચેય બેઠક ઉપર મતો મેળવવામાં સરેરાશ ત્રીજા નંબરે NOTA રહ્યું છે.

ભરૂચ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારને બાદ કરતાં અન્ય 4 ઉમેદવારોએ કુલ 1746 મત મેળવ્યા છે. જેની સામે નોટાના મત 2722 છે.

અંકલેશ્વર બેઠક ઉપર ભાઈ VS ભાઈને બાદ કરતાં અન્ય 2 ઉમેદવારે 3773 મત મેળવ્યા છે. જે સામે નોટાના મત 2327 છે. જંબુસર બેઠક ઉપર 4 ઉમેદવારોના કુલ મત 2829 છે અને નોટાના 2273 છે.

એવી જ રીતે વાગરા બેઠક ઉપર ભાજપ કોંગ્રેસને બાદ કરતા અન્ય 7 ઉમેદવારોના કુલ મત 5139 થાય છે. જ્યારે નોટાના 2412 રહ્યાં છે. ઝઘડિયા બેઠક ઉપર નોટાને સૌથી વધુ 3012 મત મળ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!