75 માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન ભારત સરકાર શરુ કર્યું છે જેના ભાગરૂપે ઘેર-ઘેર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અભિયાન હાથ ધરાયું છે ત્યારે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાવવાના માટે જે અભિયાન હાથ ધરાયું છે જેમાં ભરૂચની બી એસ યુનિયન સ્કૂલ પણ જોડાઈ
શાળા દ્વારા દેશની અખંડતા અને એકતાના પ્રતિકરૂપ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત સ્કૂલના આચાર્ય વિજયસિંહ સીંધાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું જે રેલી સ્કૂલથી નીકળી પાંચ બત્તીથી સોનેરી મહેલ, જૈન દેરાસર થઈ પરત સ્કુલ ખાતે પહોંચી હતી.