Published by : Vanshika Gor
- ભરૂચની નારાયણ વિદ્યાલય શાળાના બે વિદ્યાર્થીઓ કલાકુંભ અને બાળ પ્રતિભામાં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી જીલ્લાનું ગૌરવ વધાર્યું
તાજેતરમાં નવસારી અને અમરેલી ખાતે કલાકુંભ અને બાળ પ્રતિભા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધાઓમાં રાજ્ય ભરમાંથી અનેક ખેલાડીઓએ ભાગ લીધો હતો નવસારી ખાતે યોજાયેલ બાળ પ્રતિભા સ્પર્ધામાં ભવ્યા અક્ષય વસાવા અને અમરેલી ખાતે યોજાયેલ કલાકુંભ સ્પર્ધામાં યેશા ગુમાન પટેલે ભાગ લીધો હતો આ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભરૂચની નારાયણ વિદ્યાલયની બંને સ્પર્ધકો પ્રથમ ક્રમ હાંસલ કરી ભરૂચ જીલ્લાનું નામ રાજ્ય લેવલે રોશન કરતા શાળાના આચાર્ય ડો.ભગુ પ્રજાપતિ અને શિક્ષિકા નયનાબેન પટેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
