Published By : Parul Patel
ભરૂચની મનુબર ચોકડી પર થતા અકસ્માતોને રોકવા હાઈમાસ્ટ ટાવર ઉભા કરવા સહિત માર્ગનું સમારકામ કરવા મુદ્દે યૂથ કોંગ્રેસ, પાલિકા વિપક્ષના નેતાઓએ પાલિકા, કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.
ભરુચ નગર પાલિકા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલિમ અમદાવાદી અને ઇબ્રાહિમ કલકલ સહિતના નગર સેવકોએ ભરુચ જિલ્લા કલેકટર અને પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જી.એસ.આર.ડી.સી સંચાલિત ભરૂચ-દહેજ માર્ગ ઉપર આવેલ મનુબર ચોકડી પર છાશવારે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે. જેને પગલે આશાસ્પદ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ માર્ગ ઉપર ઘણી શૈક્ષણિક સંકુલો આવેલા છે. આ માર્ગ ઉપરથી હજારો ભારેખમ વાહનો પસાર થાય છે. જેથી બાળકોના વાલીઓ અકસ્માતની ભીતિ સતાવી રહી છે. આ અકસ્માત મનુબર ચોકડીના અંધકારને કારણે થતા અકસ્માતો રોકવા તાત્કાલિક ધોરણે હાઈમાસ્ટ ટાવર લગાવડાવશો અને તેનું ઇલેક્ટ્રિસિટીનું કનેક્શન નગરપાલિકા પાસે કરાવી સમસ્યાનું સુખદ સમાધાન કરાવશો. આજ માર્ગ પર આવેલ દહેગામ ચોકડી (SP ઓફિસ) જવાના રસ્તે તથા અન્ય ડાર્ક ઝોનને પણ ચકાસી ત્યાં પણ લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરાઇ છે.