ભરૂચની વરેડીયા ચોકડી પાસે સમા હોટેલ નજીક ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે જ કરુંણ મોત નીપજ્યું હતું
ભરૂચના ઓએનજીસી રોડ પર આવેલ નવીનગરી ખાતે રહેતા શંકર ચીમન વસાવા ગતરોજ દૂધ ભરવા માટે મોટર સાયકલ નંબર GJ-16.BF-3239 પર જતા હતા તે દરમિયાન વરેડિયા ચોકડી પાસે આવેલ સમા હોટેલ નજીક સામેથી પુરપાટઝડપે આવેલ ટ્રાવેલ્સ નંબર AR-01. T-7855એ બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં શંકર વસાવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓનુ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ. ખાનગી ટ્રાવેલ્સ ચાલક પોતાની ટ્રાવેલ્સ સ્થળ પર જ મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માત અંગે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.