ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજની કામગીરી માટે ઉભા કરાયેલ મિક્સર પ્લાન્ટ બંધ કરાવવાની માંગ સાથે 5 સોસાયટીના રહીશોએ કલેક્ટરને રજૂઆત કરી હતી
ભરૂચની શ્રવણ ચોકડી ઉપર બનનાર એલિવેટર બ્રિજને કામગીરી પહેલા મિક્સર પ્લાન્ટ રહેણાંક વિસ્તારમાં ઉભો કરાતા વિવાદ સર્જાયો છે સ્થાનિકોએ આ પ્લાન્ટનો વિરોધ કરી આજરોજ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર આ મિક્સર મશીનના પ્લાન્ટથી સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડશે તેવા આક્ષેપ કર્યા છે જો વહેલી તકે આ પ્લાન્ટ બંધ નહિ કરવામાં આવે તો સ્થાનિકો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.