- કેટની પરીક્ષા ક્રેક નહિ કરી શકેના વિશ્વાસ સાથે બે દિવસ સુધી પરિણામ ન જોયું,
- ફરીથી પરીક્ષાની તૈયારી કરી રહેલા 24 વર્ષીય યુવાને પરિણામ જોયું તો
- ભારતના 11 ઉમેદવારોમાંથી ભરૂચના અભયે સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા
ભરૂચનો 24 વર્ષીય અભય ગોયલ પાછલા 8 મહિનાથી IIMમાં પ્રવેશ માટે CAT કોમન એડમિશન ટેસ્ટ માટે તૈયારી કરી રહ્યો હતો. અભયનો આ પ્રથમ અટેમ્પ્ટ હતો. અભયના પિતા પુષ્પેન્દ્ર ગોયલ ભરૂચની એક ખાનગી કેમિકલ કંપનીમાં મેનેજર છે. અભયે પ્રાથમિક શિક્ષણ ભરુચમાં જ કર્યુ હતું. ત્યારપછી ગોયલે IIT-Bombay માં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. તેને બેંગ્લોરની એક કંપનીમાં ડેટા એનાલિસ્ટની જોબ મળી હતી. તેણે નોકરીની શરુઆત તો કરી પણ તે સાથે CATની તૈયારી પણ કરતો હતો. તે IIMમાં પ્રવેશ મેળવવા માંગતો હતો. જ્યારે CAT-2022નું પરિણામ જાહેર કરવામાં આવ્યું તો તેને લાગ્યું કદાચ આ વર્ષે તેનું IIM જવાનું સપનુ સાકાર નહીં થાય.

અભયે જણાવ્યું કે, આ પરિણામ મારા માટે સંપૂર્ણપણે ચોંકાવનારુ હતું. શાળામાં હતો ત્યારથી જ ગણિત વિષયમાં હું સારો હતો, જેના કારણે CATનું આ પરિણામ આવી શક્યું છે. હું IIM અમદાવાદ, બેંગલોર અથવા કલકત્તામાં પ્રવેશ મેળવવા માંગુ છુ. અત્યારે હું ડેટા એનાલિસ્ટ તરીકે નોકરી કરુ છું. અભય જે કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવા જતો હતો તેના હેડ સતિષ કુમાર જણાવે છે કે, અભય એક તેજસ્વી વિદ્યાર્થી છે પણ તેને પોતાની ક્ષમતા પર વિશ્વાસ નથી.
જ્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, બેંગ્લોર (IIM-B) એ કોમન એડમિશન ટેસ્ટ (CAT)-2022 ના પરિણામો જાહેર કર્યા ત્યારે ભરૂચના 24 વર્ષીય અભય ગોયલે ધાર્યું કે તેણે ટોચના ત્રણ IIMમાં સ્થાન મેળવવા માટે પૂરતો સ્કોર કર્યો નથી. તેના આશ્ચર્યની કલ્પના કરો જ્યારે અભયને ખબર પડી કે તે ભારતના 11 ઉમેદવારોમાંથી એક છે જેણે સંપૂર્ણ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. પરિણામોથી અભય શાબ્દિક રીતે આનંદમાં કૂદી પડ્યો.

અભય ગોયલ CAT નું પરિણામ જોવા માટે સહેજ પણ આતુર નહોતો. તેને પોતાના પરિણામ પર શંકા હતી. તેને વિશ્વાસ હતો કે તેનો સારો સ્કોર નહીં જ આવે. 24 વર્ષીય અભય ગોયલે તો આવતા વર્ષે ફરી પરીક્ષા આપવા માટે તૈયારી પણ શરુ કરી દીધી હતી. પરંતુ તેના મિત્રોએ તેને આશ્વાસન આપ્યું કે એકવાર પરિણામ જોઈ તો લે. અને પછી તેણે જ્યારે પરિણામ પર નજર કરી તો તેની આંખો પહોળી થઈ ગઈ.
CATની પરીક્ષાનું પરિણામ બુધવારના રોજ જાહેર કરવામાં આવ્યુ હતું પરંતુ અભય ગોયલે શુક્રવારના રોજ પોતાનો સ્કોર જોયો. અભયે જ્યારે પરિણામ જોયું તો ખબર પડી કે ગુજરાત રાજ્યમાં તેનો પ્રથમ ક્રમાંક છે. ઉલ્લેખનીય છે કે 2022માં લગભગ 2.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 35 ટકા મહિલા વિદ્યાર્થીનીઓ હતી. જ્યારે 65 ટકા પુરુષ વિદ્યાર્થી હતા. જ્યારે 4 ટ્રાન્સજેન્ડર હતા. 55 ટોપર્સમાંથી ચાર મહિલા વિદ્યાર્થીઓએ 100 થી 99.8 પર્સન્ટાઈલ મેળવ્યા છે.
અભય ગોયલ નોકરી કરતો હતો ત્યારથી દરરોજ 3 કલાક અભ્યાસ કરતો હતો. ઘણી મોક-ટેસ્ટ લીધી, ખાસ કરીને ગણિત વિભાગ માટે અને તેનું પ્રદર્શન સુધારવા માટે મારી નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તેનો પડકાર એ નક્કી કરેલ સમયની અંદર શક્ય તેટલા પ્રશ્નોનો પ્રયાસ કરવાનો હતો.
CAT માં સારું કરવા માટેની ટિપ્સ
- સમય વ્યવસ્થાપન પર કામ કરો
- તમારી શક્તિઓને બદલે નબળાઈઓ પર ધ્યાન આપો
- અભ્યાસક્રમને સારી રીતે કવર કરો અને કોઈપણ ભાગ બહાર ન છોડો
- મોક ટેસ્ટ લો
- ઝડપ અને ચોકસાઈ માટે પ્રેક્ટિસ કરો