Home Bharuch ભરૂચનો ઐતિહાસિક મઢી કબીરવડ હોડીઘાટ 2 વર્ષ બાદ ફરી વિધિવત શરૂ

ભરૂચનો ઐતિહાસિક મઢી કબીરવડ હોડીઘાટ 2 વર્ષ બાદ ફરી વિધિવત શરૂ

0
  • 22 ઓગસ્ટે જિલ્લા પંચાયતે હોડી ઘાટનો ઇજારો જય માતાજી હોડીઘાટ સર્વિસે મેળવ્યો હોવાની જાહેરાત
  • 5 થી 11 વર્ષના બાળકની ₹55 અને તેનાથી વધુ ઉંમરના લોકોની આવવા-જવાની ટિકિટ ₹83 નિયત કરાઈ
  • કોન્ટ્રાક્ટરે વિધિવત નર્મદા મૈયાનું પૂજન કરી હોડી સુવિધા શરૂ કરતાં રવિવારે જ ઉમટ્યા પ્રવાસીઓ

ભરૂચ જિલ્લાનું ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને 2 વર્ષના કોરોના કાળને લઈ હોડીઘાટ બંધ થઈ ગયો હતો. જે હવે આજે રવિવારથી વિધિવત ફરી શરૂ થઈ ગયો છે.ભરૂચ જિલ્લામાં 14 જેટલા હોડીઘાટ આવેલા છે. જે જિલ્લા પંચાયત હસ્તક છે. જેની હરાજી કરી ઇજારો આપવામાં આવે છે. જેમાં સૌથી વધુ મહત્વ અને બોલબાલા મઢી-કબીરવડ ઘાટની રહે છે.

જોકે અગાઉના ઇજારદારના લાખો રૂપિયા બાકી અને ત્યારબાદ કોરોનાના 2 વર્ષના સમયગાળાને લઈ કબીરવડ હોડીઘાટ વેરાન બની ગયો હતો.જેમાં સ્થાનિક એક રાજકારણીએ જ મનસ્વી રીતે જાતે જ થોડા સમય અગાઉ હોડી ઘાટનું સંચાલન શરૂ કરી હોડીના રૂપિયા 90 બન્ને તરફ આવવા જવાના ઉઘરાવવા લાગતા ભારે હોબાળો પણ મચી ગયો હતો.આખરે જિલ્લા પંચાયતના સત્તાધીશોએ પોલીસ ફરિયાદ નોંધાવી રૂપિયા 14 લાખની તંત્રને આવકની નુકશાની અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.હવે આ ઐતિહાસિક ધામ ખાતે મઢીથી સામે પાર નાવડીમાં બેસી કબીરવડ જવા આજે રવિવારથી ફરી હોડીઘાટ વિધિવત શરૂ થયો છે. જય માતાજી હોડી ઘાટ સર્વિસના કોન્ટ્રકટર દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 22 ઓગસ્ટથી તેઓને કોન્ટ્રાકટ અપાયો હોવાની જાહેરાત કરી છે.મઢીથી કબીરવડ આવવા જવાના 5 થી 11 વર્ષના બાળકો માટે રૂપિયા 55 અને 11 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે 83 રૂપિયા ભાડું નિયત કરવામાં આવ્યું છે. આજે રવિવાર હોય પ્રથમ દિવસે જ હોડી ઘાટ શરૂ થતાં ગણેશ ભક્તો સાથે પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version