Published by : Rana Kajal
- રાજસ્થાની જવેલર્સની લૂંટારુંઓને 2 રાજસ્થાનીઓએ જ આપી હતી ટીપ
- ભરૂચ, નર્મદા, વડોદરા અને સુરત પોલોસે 3 લૂંટારુંને શિનોરથી અને 3 ને અમદાવાદ નજીકથી પકડી લીધા
- સોનાના દાગીના સહિતનો લૂંટમાં ગયેલો મુદ્દામાલ રીકવર કર્યો
અમદાવાદના માણેકચોકના ત્રિલોકચંદ સોનીની કાર આંતરી ભરૂચના નબીપુર – ઝનોર રોડ ઉપર 2 કારમા આવેલા લૂંટારુંઓએ 219 તોલા સોનુ સહિત રોકડા મળી કુલ ₹1.21 કરોડની ચલાવેલી લૂંટમાં 6 લૂંટારુંઓને પકડી લેવાયા છે.
અમદાવાદના માણેકચોકના મુકેશ ત્રિલોકચંદ સોનીની કાર આંતરી શુક્રવારે બપોરે નબીપુરથી ઝનોર જવાના માર્ગે 2 કારમાં આવેલા લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો.
બંદૂકની અણીએ જવેલર્સ અને તેના કર્મચારી પાસે રહેલા 2 કિલો 193 ગ્રામ સોનાના દાગીના, રોકડા 2.81 લાખ, બે મોબાઈલ ફોન મળી લૂંટારુઓ ₹2.21 કરોડની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા.
ભર બપોરે સવા કરોડની લૂંટને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે LCB, SOG સાથે જિલ્લા અને નર્મદા, વડોદરા તેમજ સુરત પોલીસને પણ એલર્ટ કરી દીધી હતી.
ભરૂચ LCB PI ઉત્સવ બારોટ, SOG PI આનંદ ચૌધરી સહિતે 15 થી વધુ ટીમો બનાવી કવિક એક્શન લઈ લૂંટારુંઓની બે કારનું ટ્રેસિંગ અને ટ્રેકિંગ હાથ ધર્યું હતું.
સુરત અને વડોદરા તરફના હાઇવે પર હોટલો, ધાબા, નાકા ખાતે પણ એલર્ટ જારી કરી CCTV સાથે નાકાબંધી કરી વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું.
ભરૂચ ઉપરાંત નર્મદા, વડોદરા જિલ્લાનું ક્રાઈમ બ્રાન્ચ પણ લૂંટારુંઓના ભાળ મેળવવામાં જોતરાઈ ગયું હતું.
પોલીસ ટીમોએ રાતે શિનોરથી મહેસાણા અને નાસિકના 3 લૂંટારુંઓ સંદીપ પટેલ, કરણ પટેલ અને પ્રવીણ વાઘને ઝડપી પાડ્યા હતા.
જ્યારે અન્ય 3 લૂંટારું ગાડી ચાંદોદમાં ભાઠામાં મુકી ફરાર થઇ ગયા હતા. જેઓને પણ લૂંટમાં ગયેલા સોના સહિતના મુદ્દામાલ સાથે મળસ્કે સુધીમાં અમદાવાદ નજીકથી ઊંચકી લેવાયા હતા. અમદાવાદના સોનાના વેપારી વિશેની ટીપ આ 6 લૂંટારુંઓને જવેલર્સના પરિચિત એવા રાજસ્થાનના 2 વ્યક્તિઓએ આપી હોવાનું બહાર આવી રહ્યું છે.
પોલોસે તમામ 6 લૂંટારુંઓના રીમાન્ડ મેળવવા સાથે તેઓએ સમગ્ર લૂંટનો પ્લાન કઈ રીતે બનાવ્યો અન્ય કોઈ સામેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.