- વાગરા તાલુકામાં 12 મિમી વરસાદ
ભરૂચમાં મંગળવારે બપોરે બીજા નોરતે તડકા છાંયડાના વાતાવરણમાં મેઘરાજા થોડીક મિનિટો ફોરા વરસાવી જાણે ગરબા ગ્રાઉન્ડોને પાણીનો છંટકાવ કરી ગયા હતા.
ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રી દરમિયાન વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. જોકે આજે બીજા નોરતે ધૂપ છાવના વાતાવરણ વચ્ચે બપોરે એકાએક ફોરા સ્વરૂપે ઝાપટું વરસી પડ્યું હતું. જોત જોતામાં ભરૂચના માર્ગોને ભીંજવી દીધા બાદ ફરી તડકો નીકળી જતા ખેલૈયા અને આયોજકોના જીવમાં જીવ આવ્યો હતો. જિલ્લામાં માત્ર વાગરામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.