Published by : Rana Kajal
- હિન્દુ સંસ્કૃતિના તહેવારોની ઇકો ફ્રેન્ડલી ઉજવણી અને મહામુલા વૃક્ષો બચવવાની વધતી જતી પહેલ
- કવિઠા નંદની ગૌશક્તિ પીઠ દ્વારા હોળી પર્વને લઈ એક થી અઢી ફૂટની ગૌકાષ્ઠ સહિત ગાયના ગોબર તેમજ ઘીમાંથી બનાવાય તમામ સામગ્રી
હોળીએ લાકડાંના દહન, વૃક્ષોનું નિકંદન તેમજ હવા પ્રદુષણ અટકાવવા વૈદિક હોળીનું ચલણ પાછલા વર્ષોમાં ભરૂચમાં વધ્યું છે.આ હોળી પર્વે ભરૂચ તાલુકાના કવિઠા ગામ સ્થિત નંદની ગૌશક્તિ પીઠ દ્વારા ખાસ વૈદિક હોળી માટે ગાયના ગોબરમાંથી બનાવેલી 125 કિલો ગૌકાષ્ટ અને અન્ય સામગ્રીઓ તૈયાર કરાઈ છે.
ગાયના ગોબરમાંથી બનાવેલી 125 કિલોની સ્ટીક, 50 નંગ છાણા, 20 ગોબરના બનાવેલા દિવા, 5 ગ્રામ ભીમસેન કપૂર, 500 ગ્રામ ગાયના ઘી મિશ્રિત હવન સામગ્રી તૈયાર કરાઈ છે. જેનાથી સંસ્થા, સમાજ, સોસાયટી, મંડળો એક થી અઢી ફર ઉંચી વૈદિક હોળી પ્રગટાવી શકશે. આ સમગ્ર સામગ્રી કવિઠાથી 14 કિલોમીટર દૂર ભરૂચમાં આયોજકોને ઘર બેઠા રૂપિયા 3 હજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ સંસ્થાના સંચાલક વિરલ દેસાઈએ જણાવી આનાથી પ્રકૃતિ, પર્યાવરણના જતન સાથે વાતાવરણમાં પ્રાણવાયુ ઓક્સિજન પ્રસરવાની પણ આશા વ્યક્ત કરી છે.