- ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતા મેઘરાજા-છડી ઉત્સવમાં 4 દિવસમાં 5 લાખથી વધુની મેદની ઉમટશે
- મેઘ અને છડી મેળો મહાલવા રાજયભરમાંથી લોકો ઉમટશે
- ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજની 3 છડી આકર્ષણનું કેન્દ્ર બનશે

ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો આજે શ્રાવણ વદ સાતમ ગુરૂવારથી પ્રારંભ થયો છે.
કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષ ઐતિહાસિક અને 250 વર્ષથી એકમાત્ર ભરૂચ ઉજવાતો ઉત્સવ તેમજ મેળાને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કાઢવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી કરવામાં આવે છે. સાતમ, આઠમ, છડીનોમ અને મેઘરાજાના ઉત્સવને અનુલક્ષી લોકોમાં થનગનાટ જોવા મળ્યો છે. સાતમ, જન્માષ્ટમી, છડી નોમ, મેઘરાજા ઉત્સવ નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશો જારી કરવામાં આવ્યા છે.