હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લા માટે પણ પેહલા યલો અને બાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું હતું.જોકે ઓરેન્જ એલર્ટ વચ્ચે બુધવારે બપોરે 2 વાગ્યા સુધીમાં માત્ર ભરૂચ તાલુકામાં જ 5 મિમી વરસાદ નોંધાયો હતો. અન્ય 8 તાલુકામાં દિવસભર તડકા છયડા વચ્ચે મેઘરાજા વરસ્યા ન હતા.