Published by : Rana Kajal
- નવા શૈક્ષણિક સત્ર માટે માધ્યમિક વિભાગ શરૂ કરવા બોર્ડ પાસે પરવાનગી માંગી હતી
- નર્મદામાં એક પણ ટ્રસ્ટને માન્યતા નહિ
ભરૂચ અને નર્મદા જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રથી નવી શાળા શરૂ કરવા માટે વિવિધ શૈક્ષણિક ટ્રસ્ટોએ માંગેલી મંજૂરીમાં રાજયના શિક્ષણ વિભાગ દ્વારા 5 નવી શાળાને મંજૂરી અપાઇ છે. જ્યારે 11 ટ્રસ્ટોને માન્યતા અપાઈ નથી.
વર્ષ 2023-24 ના નવા શૈક્ષણિક સત્ર માટે નવી શાળા ખોલવા રાજ્યના શિક્ષણ વિભાગમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ ટ્રસ્ટોએ અરજી કરી હતી. માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 10, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે ભરૂચ જિલ્લામાંથી 15 અરજીઓ કરાઇ હતી.રાજ્યના શિક્ષણ વિભાગે 10 ટ્રસ્ટોની અરજી અમાન્ય કરી છે. HSC માટે ભરૂચની શ્રી અયૈપ્પા સેવા સમિતિની શબરી સ્કૂલને સાયન્સ, અંકલેશ્વરની રંગ ઇન્ટરનેશનલ સ્કૂલને ગુજરાતી અને અંગ્રેજી મીડીયમ સાયન્સ બન્નેની પરવાનગી અપાઈ નથી. જ્યારે આમોદમાં બચપન કા ઘર, હાંસોટની શિવ અઘ્યપન મંદિરને હાયર સેકેન્ડરી માટે બોયઝ એન્ડ ગર્લ્સની માન્યતા મળી નથી. એવી જ રીતે SSCમાં હાંસોટની શિવ અધ્યપન, જંબુસરની આદર્શ બોયઝ હાઈસ્કૂલ, અંકલેશ્વરની સેફાયર ગ્લોબલ સ્કૂલની માન્યતા સ્વીકારાઈ નથી. અંકલેશ્વરની પી.પી. સવાણી અને રંગ ઇન્ટરનેશનલની નવી સ્કૂલ માટેની અરજીઓનો પણ અસ્વીકાર કરાયો છે. જ્યારે નર્મદા જિલ્લામાં દેડિયાપાડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલે એકમાત્ર માંગેલી અરજી પણ ઉડાવી દેવાઈ છે.ભરૂચ જિલ્લામાં નવા સત્રથી 5 નવી શાળાઓને મંજૂરી અપાઈ છે. જેમાં જંબુસરની ઝેન સ્કૂલ, ભરૂચ માટલીવાલા સ્કૂલ, આમોદ સ્વામી નારાયણ સ્કૂલ અને અંગ્રેજી માધ્યમની સ્કૂલને પરવાનગી અપાઈ છે.