Published By : Parul Patel
- ભરૂચમાં ગંદા પાણીમાંથી પસાર થવાનો ત્રણ સ્કૂલના બાળકોનો વારો
- રોટરી કલબ પાછળના ગટરના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા સમસ્યા
ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી કલબ પાછળ વરસાદી સાથે ગટરના માર્ગ પર ભરાતા પાણીને લઈ ત્રણ સ્કૂલના બાળકોને હાલાકી વેઠવી પડી રહી છે.
ચોમાસાની સીઝન શરૂ થતાં જ ભરૂચમાં અનેક નવી મુસીબતો સામે આવી રહી છે. ક્યાંક પાણીના ભરાવા તો ક્યાંક ઉબડ ખાબડ અને ખખડ ધજ રસ્તાઓ, જેના પરિણામે શેહરીજની વર્ષા ઋતુ માં પ્રારંભે જ તોબા પોકારી ઊઠયા છે ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર રોટરી કલબ પાછળ દર વર્ષે વરસાદી પાણી રસ્તા પર ભરાવવાની સમસ્યા સર્જાય છે. સાથે જ ગટરો પણ ઉભરાઈ ગંદુ પાણી માર્ગ પર ભરાઈ રહે છે.
આ ગંદા પાણીમાંથી રૂંગટા સ્કૂલ, કલરવ અને સચિદાનંદ સ્કૂલના બાળકોને હાલ પસાર થવુ પડી રહ્યું છે. બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર થવા સાથે પડવા અને વાગવાનો પણ ભય રહેલો છે ત્યારે નગર પાલિકા તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે.