- નર્મદા ડેમમાં સ્ટોરેજ વધારાતાં જળસ્તર 136.61 મીટર
- ભરૂચમાં ચાર દિવસ બાદ નર્મદા નદીની સપાટીમાં ઘટાડો નોંધાયો છે.
ભરૂચમાં ચાર દિવસ બાદ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી નોર્મલ થઈ છે. શનિવારે બપોરે 3 કલાકે ગોલ્ડનબ્રિજે નર્મદાના નીર માત્ર 13.37 ફૂટ નોંધાયા હતા.ડેમના 23 દરવાજા 0.30 મીટર ખોલી માત્ર 50,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 45,000 ક્યુસેક પાણી ઠલવાઇ છે. નદીમાં કુલ 95,000 ક્યુસેક પાણી વહી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1.62 લાખ ક્યુસેક છે.