Published By:-Bhavika Sasiya
આજ રોજ સ્પેશીયલ ચિલ્ડ્રન માટે ઇનરવ્હિલ ક્લબ ઓફ ભરુચ દ્વારા કલરવ સ્કુલમાં સદ્ વિધ્યા મંડળ ઇન્સીટ્યુટ ઓફ ટેકનોલોજી ભરુચના સહયોગ થી “ વોકેશનલ ટ્રેનીંગ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વરક્ષોપમાં કલરવ સ્કુલના દિવ્યાંગ વિધ્યાર્થીઓને પેપર બેગ સહિતની વસ્તુઓ બનાવવા ટ્રેનીંગ આપવામાં આવી હતી, જેના થકી આવા બાળકો પણ આત્મનિર્ભર બની શકે. ઇનર વ્હિલ ક્લબ ઓફ ભરુચના પ્રેસીડેન્ટ ઇલાબેન આહિરે વધુમાં વધુ બાળકો આવી તાલીમમાં ભાગ લઇ સ્વયમના વ્યવસાયથી આત્મનિર્ભર બને તે માટે આઝાદીના અમ્રૃત મહોત્સ કાળમાં સરકારશ્રીની પણ વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ પ્રસંગે ક્લબના સેક્રેટરી બિજલ તોપરાની સહિત તમામ મેમ્બર્સ, સદ્ વિદ્યા મંડળના જનરલ સેક્રેટરી જીવરાજભાઇ પટેલ, પ્રન્સીપાલ ડો. સંકેત ભાવસાર, પ્રેા.ડો.નિરાલી ગોસ્વામી અને કોલેજના સીનીયર સ્ટુડન્ટસે હાજર રહી સહયોગ પુરો પાડ્યો હતો