- બંગાળી સમાજ દ્વારા ધામધૂમથી શહેરમાં વિસર્જન યાત્રા કાઢી દુર્ગા મહોત્સવની કરાયેલી પુર્ણાહુતી
ભરૂચની શ્રવણ ચોકડી ખાતે બંગાળી સમાજ દ્વારા આયોજિત દુર્ગા મહોત્સવની દશેરાએ પુર્ણાહુતી કરવામાં આવી હતી.
પરંપરાગત પરિધાન અને વાદ્યો સાથે સમાજના લોકોએ લિંક રોડ પરથી સાંજે દુર્ગામાતાની ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. જે પેહલા મહિલાઓએ સિંદૂર ખેલાની વિધિ ખેલી હતી.

શણગારેલા ટેમ્પામાં દુર્ગામાતા, ગણેશ સહિતના દેવી,દેવતાઓની પ્રતિમા ને બેસાડી વિસર્જન યાત્રા લિંક રોડ, પાંચબત્તી, સેવાશ્રમ રોડ, સ્ટેશન રોડ, કસક, જ્યોતિનગર, તુલસીધામ થઇ રાતે ઝાડેશ્વર પોહચી હતી. જ્યાં આસ્થાભેર દુર્ગામાતા સહિત તમામ દેવી-દેવતાઓની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.