- .ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગનો પુરની અસરનો પ્રાથમિક સર્વે પૂરો
- .રેલ ઉતર્યા બાદ ખેતરોમાં સર્વે કરી નુક્શાનીનો આંક મેળવી આગળની કાર્યવાહી થશે
- .મુખ્યત્વે શાકભાજી, ફૂલ અને કેળના પકોને વધુ અસર
ભરૂચ જિલ્લામાં બીજી વખતના નર્મદા નદીના પૂરે અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના 34 જેટલા ગામોમાં ખેતીને ભારે નુકશાન કર્યું હોવાના પ્રાથમિક અહેવાલો સામે આવ્યા છે.
ભરૂચમાં ગોલ્ડનબ્રિજે નર્મદા નદીના નીર તેની ભયજનક 24 ફૂટની સપાટી વટાવી 28 ફૂટે સ્પર્શી ગયા હતા. ભયજનકથી 4 ફૂટ ઉપર રેવાના પુરના ધસમસતા નીર ફરી વળતા અંકલેશ્વર તેમજ ઝઘડિયા તાલુકાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાની પોહચાડી છે.અંકલેશ્વર તેમજ ઝઘડિયાના 34 જેટલા ગામોમાં હજી 4000 હેકટર જમીનમાં પુરના પાણી ભરાયેલા છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/IMG-20220825-WA0079-1024x577.jpg)
ભરૂચ જિલ્લા ખેતીવાડી વિભાગે પ્રાથમિક સર્વે કરી હાલ 4 હજાર હેકટરમાં નર્મદાના પૂરે નુકશાની સર્જી હોવાનો રિપોર્ટ મેળવ્યો છે.જે પુરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં ખેતીને થયેલી નુક્શાનીનો સર્વે કરવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણ મંડાણીએ જણાવ્યું છે. પાણી ઓસર્યા બાદ ખેતીને નુક્શાનીનો સર્વે કરી નિયમ મુજબ વળતર અંગેની કાર્યવાહી હાથ ધરાશે.ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર અને ઝઘડીયામાં મુખ્યત્વે શાકભાજી, કેળ અને ફૂલ સહિતના પાકની ખેતીને પુરથી વ્યાપક નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.