Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં પઠાણનો પ્રથમ શો બંધ રહ્યો તો લાસ્ટ શો હાઉસ ફૂલ...

ભરૂચમાં પઠાણનો પ્રથમ શો બંધ રહ્યો તો લાસ્ટ શો હાઉસ ફૂલ…

  • રંગ મલ્ટીપ્લેક્ષમાં હિન્દૂ આગેવાનોની વિનંતી બાદ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બંધ રખાયો – બાદના બધા શો શાંતિમય રીતે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલુ રહ્યા 

શાહરૂખખાનની બહુચર્ચિત પઠાણ ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે ત્યારે ભરૂચમાં આજે પ્રથમ શો બંધ રખાયો હતો તો આ તમામ વચ્ચે લાસ્ટ શોનું બુકીંગ હાઉસ ફૂલ થઇ ગયું હતું રંગ મલ્ટીપ્લેક્ષમાં હિન્દૂ આગેવાનોની વિનંતી બાદ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બંધ રખાયો હતો. 

પઠાણ ફિલ્મ છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં સપડાઈ હતી. ભગવા રંગની બિકીનીના વિવાદ બાદ આ દ્રશ્યો તો હટાવી લેવાયા હતા જો કે ત્યાર બાદ હિન્દૂ સંગઠનોએ ફિલ્મમાં કામ કરી રહેલ કલાકાર દેશ વિરોધી હોવાનો સૂર ઉઠાવ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. આ તમામ વિવાદ વચ્ચે આજરોજ પઠાણ રિલીઝ થઇ હતી. ભરૂચ ખાતે તમામ મલ્ટિપ્લેક્ષમાં આ મુવી ચાલી રહી છે. જો કે આજે સવારે રંગ મલ્ટીપ્લેક્ષ ખાતે ફર્સ્ટ શો બંધ રાખવામાં આવ્યો હતો. વિહિપ, બજરંગ દળ સહિતના હિન્દૂ સંગઠનના આગેવાનોએ સવારે થિયેટર ખાતે પહોંચી વિનંતી કરી હતી અને શો બંધ રખાવ્યો હતો. જો કે ત્યાર બાદના તમામ શો યથાવત ચાલ્યા હતા. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો શાહરૂખનાં ચાહકોએ એડવાન્સ બુકીંગ કરાવી દીધું હતી અને આજનો લાસ્ટ શો હાઉસ ફૂલ જોવા મળ્યો હતો. જો કે મુવી જોનાર તમામે ફિલ્મને પસંદ કરી હતી અને ફિલ્મમાં કોઈ વિવાદિત વસ્તુ ન હોવાનું જણાવ્યું હતું. તો ફિલ્મને પણ સાડા ચાર સ્ટાર્સ આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!