- 1970 ની મહારેલ : ભરૂચમાં 41.50 ફૂટની સપાટી, 256 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત
- એ ઐતિહાસિક નર્મદા નદીની રેલમાં 355 માનવી અને 1972 પશુઓના થયા હતા મોત
- સાલ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવ્યા
- 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુના ઘોડાપુર ભરૂચમાં નોંધાયા
ભરૂચમાં નર્મદા નદીમાં ઘોડાપુર કે રેલનો નાતો સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણ બાદ નો હોવાનો નથી. આજથી 174 વર્ષ પહેલાં અને કેટલાક રેકોર્ડ તો હાલ હાથ પર નથી તેનાથી પણ પુરાણો છે.સરદાર સરોવર નર્મદા ડેમ ભરૂચમાં પુર માટે નિમિત્ત નહિ પણ પુરને અટકાવવા હમેશા દીવાલ બનીને ખડે પગે રહ્યો છે એટલે જ એ ગુજરાતની જીવાદોરી અને લાઈફ લાઈન કહેવાય છે. વિરોધ વંટોળ તો રહેવાના જ છે પણ વાત આજે ભરૂચમાં પુરની કલ આજ અને કલ ની છે.1848 થી ભરૂચ નર્મદા નદીમાં પુરનું સાક્ષી છે જ્યારે નર્મદા ડેમ કે સરદાર સરોવર નર્મદા ડેમની પરિકલ્પના પણ ન હતી. વર્ષ 1887 થી 1936 સુધી 50 વર્ષમાં ભરૂચમાં નર્મદા નદીમાં 15 લાખ ક્યુસેકના પુર આવી ચુક્યા છે. જોકે ત્યારે અંગ્રેજોનું શાસન હતું અને કોઈ કોંગ્રેસ કે હાલ ની ભાજપ સરકાર પર રેલના માછલાં ધોઈ શકે તેમ ન હતું.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/D-1.jpeg)
વર્ષ 1937 થી 67 સુધીના 30 વર્ષમાં 15 લાખ ક્યુસેક કરતા વધુ ના પુર ભરૂચમાં નોંધાઇ ચુક્યા છે જેને અનેક ખાનાખરાબી અને માનવ હાની સર્જી છે. ત્યારે ભરૂચ અને હાલ નો નર્મદા જિલ્લો એક જ હતા.જોકે ભરૂચ માટે સૌથી ભયાનક નર્મદા નદીમાં પુરની તવારીખ ઇતિહાસમાં 1970 ની મહારેલ રહી છે. જેને 3 દિવસ સુધી તભાઈનું મંજર સર્જ્યું હતું. આ ઐતિહાસિક રેલના પાણી ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે 41.50 ફૂટ નોંધાયા હતા. તે સમયના 236 ગામના 2.15 લાખ લોકો પ્રભાવિત થયા હતા. જેમાં 355 લોકો અને 1972 પશુઓના મોત થયા હતા જે ભરૂચ, ગુજરાત અને ભારતના ઇતિહાસમાં દરજ છે. ત્રણ દિવસ સુધી રહેલા રેલના આ ભયંકર પર્કોપમાં જુના ભરૂચના કતોપોર ખાતે પાણીની સપાટી 15 ફૂટ વહી રહી હતી. આટલું ઓછું હોય તેમ વાવાઝોડા સાથે 2 દિવસમાં તે સમયે 18 ઇંચ વરસાદ ભરૂચમાં ખાબકી ચૂકતા સર્વત્ર તબાહી સર્જી હતી. નર્મદા ડેમના નિર્માણ બાદ સપાટી 121.98 મીટર થતા પુરના પાણી 12 લાખ ક્યુસેક સુધી કંટ્રોલમાં આવ્યા હતા. જે બાદ ડેમની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર થઈ 30 દરવાજા મુકાતા 8 લાખ ક્યુસેક સુધી છેલ્લા 5 વર્ષમાં પાણી નર્મદા નદીમાં છોડાયા છે. ડેમની ઊંચાઈ વધાર્યા બાદ મહત્તમ ભરૂચમાં ગોલ્ડનબ્રિજે સપાટી પાછલાં વર્ષોમાં 35 ફૂટ સુધી સ્પર્શી છે.
- પુરના પાણીને જોવાથી પાપ લાગવાની માન્યતા… લોકો પુરમાં દૂધ અને કંકુ ચઢવતા
ભરૂચમાં પ્રાચીન સમયમાં પુરના પાણીને જોવાથી પાપ લાગતું હોવાની માન્યતા પર્વત્તી હતી. જેથી લોકો નર્મદામાં પુર સમયે તેના પાણી જોવા કિનારે જતા ન હતા. નર્મદા નદીમાં આવતા પુરમાં લોકો રેવાને શાંત પડવા તેમજ પુરના પાણી ઓસરે તે માટે નદીમાં કંકુ અને દૂધ ચઢવતા હતા. કેટલાક શ્રીફળ નાળિયેર પણ અર્પણ કરતા હતા.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/08/D-3.jpeg)
ભરૂચ જીલ્લામાં આવેલ પુરના આંકડા
વર્ષ | નોંધાયેલ સપાટી ફૂટમાં |
1970 | 41.500 |
1973 | 37.070 |
1979 | 31.500 |
1984 | 35.000 |
1990 | 37.010 |
1994 | 39.540 |
2006 | 32.000 |
2013 | 35.750 |
2014 | 22.300 |
2015 | 19.120 |
2019 | 28.5 |
2020 | 30.15 |
2022 ( આજદિન સુધીમાં ) | 27.94 |
- નર્મદા નદીમાં પ્રતિવર્ષ ઠલવાઇ રહ્યો છે 8 કરોડ ટન સુધી કાપ પણ વર્ષોથી ડ્રેજિંગ થયું નથી
અમરકંટકથી અરબી સમુદ્ર સુધી નર્મદા નદી માં પ્રતિ વર્ષ 8 કરોડ ટન કાપ ઠલવાઇ રહ્યો છે. જોકે પાછલા કેટલાય વર્ષોથી નદીમાં ડ્રેજિંગ થયું નથી. કાપ હટાવવાની પ્રક્રિયા હાથ નહિ ધરાતાં પ્રતિવર્ષ પુરના પાણી સમસ્યા સર્જી રહ્યા છે. જો કાપ દૂર કરાઇ તો પુરની અસર ઓછી થવા સાથે વધુ પાણીનો નદીમાં સંગ્રહ થઈ શકે છે.