Published By : Patel Shital
- દહેજ, વાગરા, હાંસોટ અને આમોદમાં 44 કિમીની ગતિએ ફૂંકાયેલ પવન…
- વીજ ટીમો પહેલેથી જ હાજર હોવાથી તમામ સ્થળોએ વીજ પુરવઠો દુરસ્ત…
- ધરાશયી થયેલા વૃક્ષો પણ તુરંત જ હટાવી દેવાયા…
ભરૂચ જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની કોઈ ગંભીર અસર વર્તાઈ નથી. તેજગતિએ ફૂંકાયેલા પવનોએ 36 વીજ થાંભલા અને 5 વૃક્ષને જમીનદોસ્ત કરી દીધા હતા.
બિપરજોય વાવાઝોડા સામે ભરૂચ જિલ્લા વહીવટી સાથે પોલીસ, પાલિકા, ફાયર, વીજ, ST સહિતનું તંત્ર પહેલેથી જ એલર્ટ હોવાથી કોઈ નુકશાન કે ઘટના સર્જાઈ નથી.

જો કે 44 થી 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે વીજ પુરવઠો દહેજ, વાગરા, જંબુસર, આમોદ અને હાંસોટના કેટલાક વિસ્તારોમાં ખોરવાયો હતો.

પહેલાથી જ વીજ ટીમો તહેનાત હોવાથી તૂટી ગયેલા 36 વીજ થાંભલાને બદલી તાબડતોબ નવા નાખી વીજ પુરવઠો રિસ્ટોર કરી દેવાયો હતો. વાવાઝોડાના પગલે વૃક્ષ ધરાશયના ઓન 4 જિલ્લામાં છૂટાછવાયા 5 બનાવો બન્યા હતા. જેમાં કોઈને પણ ઇજા કે નુકશાની થઇ ન હતી.

જિલ્લામાં સાયકલોન ઇફેક્ટ હેઠળ જંબુસરમાં 7 મિમી, વાગરામાં 4 મિમી અને આમોદમાં 2 મિમી વરસાદ જિલ્લા ફ્લડ કંટ્રોલ ખાતે યોજાયો હતો. જ્યારે ભરૂચ સહિત અન્ય સ્થળોએ દિવસ દરમિયાન સમયાંતરે હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા.