Thursday, September 11, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં બે ફલાયઓવરના નિર્માણ કાર્ય વચ્ચે દહેજ-ભરૂચ મેમુ પેસેન્જર ટ્રેન રેલ રૂટ...

ભરૂચમાં બે ફલાયઓવરના નિર્માણ કાર્ય વચ્ચે દહેજ-ભરૂચ મેમુ પેસેન્જર ટ્રેન રેલ રૂટ શ્રેષ્ઠ ડાયવર્ઝન…

Published by : Rana Kajal

  • MG રોડ ટ્રાયએન્ગ્યુલર અને દહેજ બાયપાસ રોડ પર એલિવેટેડ ફલાયઓવરમાં શહેર 2 થી 3 વર્ષ રહેશે ટ્રાફિકના ભરડામાં
  • સેન્ટ ઝેવિયર્સ ફ્લાયઓવરના જાહેરનામાના 7 વૈકલ્પિક માર્ગ પણ દુરસ્ત નહિ

ભરૂચ શહેરની પ્રજા અને વાહન ચાલકો માટે આગામી 2 થી 4 વર્ષ ટ્રાફિકજામનો વિકરાળ ભરડો લોકોને ભમરડે ફેરવશે.

MG રોડ પર સેન્ટ ઝેવિયર્સ થઈ મહંમદપુરા – જંબુસર બાયપાસ માર્ગ પર 1560 મીટર લાંબા ₹61.89 કરોડના ત્રિ પાખીયા 44 પિલર પર ફલાયઓવર બનવાનો છે.

ફલાયઓવરનું જાહેરનામું જારી કરી દેવાયું છે. સ્ટેશનથી જંબુસર બાયપાસ જતો માર્ગ 2 વર્ષ માટે બંધ કરવામાં આવતા તંત્ર દ્વારા 7 વૈકલ્પિક માર્ગો પરથી વાહન વ્યવહારની અવર જવર માટે રજૂ કરાયા છે.

જોકે આ વૈકલ્પિક માર્ગો પણ દુરસ્ત ન હોય તેમજ તેના પર પણ આગામી બે વર્ષમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનવાની દહેશત રહેલી છે.

બીજી તરફ ₹420 કરોડના ખર્ચે દહેજ બાયપાસ પર એલિવેટેડ સાડા 3 કિમી લાંબો ફલાય ઓવર નિર્માણ થવાનો છે. જેની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ થતાં આ રસ્તો પણ 2 વર્ષ માટે બંધ કરતું જાહેરનામું જારી થશે.

આવા સમયે 2 ફલાયઓવરને લઈ ડાયવર્ઝન રૂટો કરતા મહામારી સમયથી બંધ રેલ રૂટ વધુ સાર્થક સાબિત થઈ શકે છે. તંત્ર ભરૂચ – દહેજ મેમુ પેસેન્જર ટ્રેન સેવા આ સમયગાળામાં ફરીથી કાર્યરત કરાવે તો વેજલપુર, મહમદપુરા, જંબુસર બાયપાસ, સમની, દેરોલ, દહેજ તરફ જવા આવવા લોકોને ટ્રાફિકમાં ફસાયા વગર સરળ, સસ્તો, ઝડપી ટ્રેન માર્ગ મળી શકે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!