- પાલિકા શાસકોએ પ્રજાને ડેન્ગ્યૂ, મલેરિયા માટે મચ્છરોને છૂટો દોર આપ્યો હોવાનો વિપક્ષનો આક્ષેપ
- શહેરમાં મચ્છરોના ત્રાસની ફરિયાદ ઉઠતા વિપક્ષના નેતા અને દંડકે મેલેરિયા વિભાગમાં મુલાકાત લેતા મશીનો ધુળ ખાતા નજરે પડ્યા
- ભરૂચમાં 16 હેન્ડ ફોગીંગ મશીનમાંથી 8 ચાલુ અને અડધા મેન પાવરના અભાવે બંધ
- 3 મોટર વેહિકલ(ગાડી) મશીન ડ્રાઈવર ન હોવાના કારણે શહેરમાં ફોગીંગ નહિ
- પાલિકા શાસકો ફોગીંગ, સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાના વિપક્ષના આક્ષેપ
ભરૂચ પાલિકા શાસકોએ પ્રજાને ડેન્ગ્યૂ, મેલેરિયા માટે મચ્છરોને છૂટો દોર આપ્યો હોય તેવા આક્ષેપ સાથે ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા હોય વિપક્ષે વિરોધ ઉઠાવ્યો છે.
ભરૂચમાં શિયાળાના આગમન સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધવાનું શરૂ થયું છે. ભરૂચ શહેરના લોકો હાલ તો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જ્યારે આ મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે ભરૂચ નગરપાલિકાની જવાબદારી છે. જેમાં મચ્છરોના નાશ માટે ફોગીન મશીન થકી દરેક વોર્ડની ગલીઓમાં મચ્છર નાસક ધુમાડા છોડવા જરૂરી છે.

પરંતુ હાલ ભરૂચ નગરપાલિકામાં જે ફોર્ગિંગ મશીનનો છે તે શોભાના ગાંઠિયા બની ગયા છે કેમ કે ફોર વ્હીલ ઉપર ફોગીંગ મશીન છે પરંતુ ગાડી ચલાવનાર ડ્રાઇવર નથી. ડ્રાઇવરના હોવાથી મશીન શોભાના ગાંઠિયા બની ગયા છે જયારે હેન્ડ ફોગીંગ મશીન 16 છે જેમાંથી 8 જેટલા મશીન કામ કરી રહ્યા છે જ્યારે મેલેરીયા વિભાગને મશીન ઓપરેટીંગ માટે કર્મચારીઓ ફાળવવામાં નથી આવતા આ 8 હેન્ડ ફોગીંગ મશીન પણ ધૂળ ખાઈ રહ્યા છે. ભરૂચમાં 16 હેન્ડ ફોગીગ મશીનમાંથી 8 મશીનો ચાલુ છે તેમજ નગરપાલિકા દ્વારા ફોગીંગ માટે પૂરતા માણસો ફાળવવામાં ન આવતા 8 મશીન બંધ છે. અને 3 મોટર વેહિકલ(ગાડી) મશીન દ્રાઈવર ન હોવાના કારણે શહેરમાં ફોગીગ નથી થઈ રહ્યું.
ભરૂચ નગર પાલિકાએ મચ્છરોના નાશ માટે આગોતરૂ આયોજન કરવાનું હોય છે પરંતુ તેઓએ આગોતરું આયોજન ન કરતા હવે શેરીજનોને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે. લોકોની ફરિયાદને લઈ વિપક્ષ આજે રજુઆત કરવા પોહચ્યું હતું. વિપક્ષે સવાલ પણ ઉઠાવ્યો હતો કે, મચ્છરોના ત્રાસથી મુક્તિ આપવા માટે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ક્યારે જાગશે. લાખો રૂપિયાના ફોગિંગ મશીન ધૂળ ખાવા માટે લાવવામાં આવ્યા છે કે પછી શેરીજનોની સુખાકારી માટે લાવવામાં આવ્યા છે તેવો પ્રશ્ન ઊભો કર્યો હતો.
તાત્કાલિક ધોરણે કર્મચારીઓની ભરતી કરી ધૂળ ખાઈ રહેલા ફોગીંગ મશીન ચાલુ કરવામાં આવે તેવી વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલાએ રજુઆત કરી છે.




