Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchભરૂચમાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી પગરખાની દુકાનમાં પાછળથી બાકોરું પાડી ઘુસ્યા...

ભરૂચમાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલી પગરખાની દુકાનમાં પાછળથી બાકોરું પાડી ઘુસ્યા તસ્કરો…

  • પોતાના માપના બુટ, વોચ અને રોકડા લઈ પલાયન…
  • બુકાનીધારી તસ્કરોએ બારીની ગ્રીલ તોડી લગાવેલી પ્લાયમાં બાકોરું પાડ્યું…
  • ઇમ્પોર્ટડ શૂઝ અને વોચની ચોરીમાં ખોખા ખંખોળતા બે ચોર CCTV માં કેદ…

ભરૂચ શહેરમાં કડકડતી ઠંડી વચ્ચે તસ્કરોએ ભરૂચમાં મહાત્મા ગાંધી રોડ ઉપર યુ.કે.ફૂટવેરની દુકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અજામ આપ્યો હોવાના સીસીટીવી કેમરા ફૂટેજ સામે આવ્યા છે.

ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એમ.જી. રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્ષની યુ.કે.ફૂટવેર નામની દુકાનને બે તસ્કરોએ શુક્રવારની મધરાતે નિશાન બનાવી હતી. બિટી મીલ ગ્રાઉન્ડમાંથી બન્ને ચોરોએ પગરખાંના પાછળના ભાગે આવેલી બારીની ગ્રીલ તોડી પ્લાયમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો.બુકાનીધારી બન્ને ચોરો ટોર્ચ લઈ સાથે આવ્યા હતા. જાણે પોતાના માપના પગરખાં ફમફોસતા હોય તેમ બન્ને તસ્કરોએ ઇમ્પોર્ટએડ શૂઝના ખોખા ઉઠલાવી નાખ્યા હતા. સાથે જ બ્રાન્ડેડ વોચ પણ બોકસો માંથી કાઢી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. કાઉન્ટરમાં રહેલા રોકડા પોતે પસંદ કરેલા શૂઝની જોડીઓ લઈ આ તસ્કરો ફરાર થઇ ગયા હતા. જોકે તેમની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.સવારે દુકાનદાર આવતા અને શટર ખોલતા જ ચોરીની જાણ થતા એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ડી સ્ટાફે દુકાન ઉપર પોહચી સીસીટીવી મેળવી દુકાનદારની ફરિયાદ નોંધવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!