Published By : Parul Patel
ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ ઈસમોને થોડા સમય પેહલા ઝડપી પાડયા હતા. દેરોલનો ઈલિયાસઅલી હુસેન મલેક અને શેરપુરાના સહેજાદ રાજે મુંબઈના તારીક નામના કેરિયર પાસેથી જથ્થો મેળવ્યો હતો. આ જથ્થો લઇ બાવા રેહાન દરગાહ પાસે સલાઉદ્દીન પટેલને આપવા આવ્યા હતા.
પોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂ. 1.64 લાખથી વધુની કિંમતનો જપ્ત કર્યો હતો. ઈલિયાસ આ અગાઉ પણ MD ડ્રગ્સ સાથે પકડાયો હતો. ભરૂચ SOG પીઆઇ આનંદ ચૌધરીએ PIT NDPS એક્ટ હેઠળ કરેલી દરખાસ્તમાં તેને રાજકોટ જેલમાં મોકલવા હુકમ કરાયો હતો. જેમાં નશાનો કારોબાર કરતા આરોપીની અટક કરી તેને જપ્તા હેઠળ રાજકોટ રવાના કરાયો છે.