Published By : Patel Shital
- ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ છતાં જિલ્લા અને રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત્…
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોરની સમસ્યા અંગે તાકીદે અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ છતા તેનો યોગ્ય અમલ ન થતા હાઇકોર્ટ દ્વારા રખડતા ઢોર અંગે તાકીદે કાર્યવાહી કરવા અને રાજયના કેટલાક વિસ્તારોમાં 24ક લાક તેનો અમલ કરવા પણ તાકીદ કરેલ છે.
રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભરૂચ નગરની રખડતા ઢોરની સમસ્યા અંગે ભરૂચ નગરપાલિકા ગંભીર હોય તેમ જણાતું નથી. રખડતા ઢોર અંગે ભરૂચ નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું કોઇ પરિણામ જણાતું નથી. હજી પણ ભરૂચ નગરનાં લગભગ તમામ રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા હોવાનાં દ્રશ્યો જણાઈ રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટના કડક વલણ છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા કોઇ અસરકારક કામગીરી કરવામા આવી રહીં નથી તે બાબત સુચક છે ખાસ કરીને નગરના શક્તિનાથ સહિતના જુદા જુદા વિસ્તારોમાં શાક માર્કેટ પાસે રખડતા ઢોર વધુ જણાય છે અને આખલા યુદ્ધ પણ થાય છે તેમ છતાં નગરપાલિકા તંત્રનું ધ્યાન જતું નથી તે નવાઈની બાબત કહી શકાય.