Home Election 2022 ભરૂચમાં લોકો પરેશાન, નેક ટુ નેક ફાઈટ, પરિવર્તન આવશે, જોઈએ 8મી એ...

ભરૂચમાં લોકો પરેશાન, નેક ટુ નેક ફાઈટ, પરિવર્તન આવશે, જોઈએ 8મી એ શું પરિણામ આવે છે :મુમતાઝ પટેલ.

0
  • સંવિધાન અને લોકતંત્રમાં મતદાનનો સૌથી મોટો અધિકાર, લોકો ઘરે ન બેસે વધુમાં વધુ વોટ કરે
  • પિતાના આશીર્વાદ ઉપરથી મળી રહ્યા છે તેઓ અમારી સાથે જ છે
  • અંકલેશ્વરના પીરામણ ગામથી સ્વ. અહેમદ પટેલની દીકરીએ મતદાન કર્યું

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી પેહલી વખત ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહી છે. પિતાની ગેરહાજરીમાં આ વખતે કમાન તેમની પુત્રી મુમતાઝ પટેલે સંભાળી હતી.ચૂંટણી પ્રચારમાં તેઓએ જાતે ઉતરી ભરૂચ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. તેઓ પ્રચારમાં ઉતરતા જ તેમને હવે ગુજરાતની દીકરીનું ઉપનામ પણ મળી ગયું છે.

આજે પ્રથમ ચરણના મતદાનમાં અંકલેશ્વર પીરામણ ગામ માદરે વતનથી મુમતાઝ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં મુમતાઝ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની પેહલી ચૂંટણી પિતા મરહુમ અહેમદ પટેલની ગેરહાજરીમાં યોજાઈ રહી છે. ત્યારે તેમની ખોત વર્તાય રહી છે. જોકે તેમના આશીર્વાદ અમારી સાથે જ છે.આ વખતે પરિવર્તન આવવાનું જ છે. લોકો ખૂબ જ પરેશાન છે અને બદલાવ આવશે. ભરૂચ જિલ્લામાં પણ નેક ટુ નેક ફાઈટ, ટક્કર જોવા મળી રહી છે. ભરૂચ વિધાનસભાની 5 બેઠકો ઉપર કોંગ્રેસ સારો દેખાવ કરશે. પરિણામ તો 8મી ડિસેમ્બરે જ ખબર પડશે. તેઓએ સવિધાન અને લોકતંત્રમાં આપણને સૌથી મોટો અધિકાર મત આપવાનો મળ્યો હોય ત્યારે લોકો ઘરમાં ન બેસી વધુ ને વધુ મતદાન કરે તે માટે પણ અનુરોધ કર્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version