Home Bharuch ભરૂચમાં લોકો સાયકલ ચલાવવા પ્રેરાય તે માટે સાયકલ સ્પર્ધા યોજાઈ

ભરૂચમાં લોકો સાયકલ ચલાવવા પ્રેરાય તે માટે સાયકલ સ્પર્ધા યોજાઈ

0

ભરૂચના બટુકનાથ સાર્વજનિક વ્યાયામ શાળા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા વાસીઓ સાયકલ ચલાવી પોતાના સ્વાસ્થ્ય-મનોબળ મજબૂત બનાવે અને લોકો સાયકલ ચલાવા પ્રેરાય તે માટે બટુકનાથ વ્યાયામ શાળા,ચેનલ નર્મદા દ્વારા સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૭ ભાઈઓ અને ૧૮ જેટલી મહિલા સાઈકલ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં 30  કિલોમીટર ભાઈઓ અને ૨૦ કિલોમીટરમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ સાયકલ સ્પર્ધાનું નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર રમતવીરોને પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે  પ્રમાણ પત્ર એનાયત કરાયા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી,રિટાયર્ડ નાયબ મામલતદાર પી.સી.ભગત,ડોક્ટર હર્ષિલ ભાટિયા અને બટુકનાથ વ્યાયામશાળાના પ્રમુખ પિનાકીન રાજપુત, અર્જુનરાવલ ઉપસ્થિત રહ્યા હતા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version