Published By : Parul Patel
ભરૂચ જિલ્લા શાળાકીય રમતો 2023 ની સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન કરાયું.
ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને ભરૂચ જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લા શાળાકીય રમતો 2023 ની સાઇકલિંગ સ્પર્ધા તારીખ 10 સપ્ટેમ્બરે રવિવારના રોજ સદવિદ્યા મંડળ ભરૂચના પટાંગણમાં યોજાય હતી. આ સ્પર્ધામાં ત્રણ વયજૂથમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ સાઇકલિસ્ટોએ ભાગ લીધેલ હતો. મહત્વની વાત એ છે કે સાયકલિંગ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચના સભ્યો દ્વારા ગ્રુપના બાળકોનો ઉત્સાહ વધે અને એ ખેલાડીઓને રમતગમત પ્રત્યે રુચિ વધે એ હેતુસરથી સભ્ય ત્યાં ઉપસ્થિત રહ્યા હતા…આ સ્પર્ધામાં ભરૂચ સાઈકલીસ્ટના ખેલાડીઓ પહેલો બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાનું રીપ્રેઝન્ટ કરી રાજ્યકક્ષાએ ભાગ લેશે. આ તમામ ખેલાડીઓને સાયકલિંગ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચ અને ભરૂચ જિલ્લા સાઇકલિસ્તનું નામ રોશન કર્યું હતું. આ પ્રસંગે તમામ સભ્યો દ્વારા વિજેતા ખેલાડીઓને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.