Published By:-Bhavika Sasiya
તપોવન સંકુલમાં શિવ મહોત્સવનો પ્રારંભ શિવમહિમ્ન સ્ત્રોત પર પ્રવચન અને 11 ફૂટના રુદ્રાક્ષ શિવલિંગની મહાઆરતી.

ભરૂચના ઝાડેશ્વર સ્થિત તપોવન સંકુલમાં શ્રાવણ માંની અગિયારસથી શિવ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ દીપ પ્રગટાવીને આશીર્વાદ આપતા જણાવ્યુ હતું કે શિક્ષાપત્રીમાં પણ શિવનું પૂજન અર્ચન,આરાધના કરવાની આજ્ઞા આપવામાં આવી છે.શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિર્તિબેન જોશીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતું કે શિવ શિવમહિમ્ન સ્ત્રોતને સરળ ભાષામાં ઘૂઢાર્થ સહિત ઋષિકુમારોને શિક્ષણ આપવાનું કાર્ય પરમ પ્રમાણ દર્શનના પરમ પૂજય નિજાનંદ સરસ્વતીજી કરી રહ્યા છે એ અહોભાગ્યની વાત છે.આચાર્ય ડો.હરીશચંદ્ર ભટ્ટએ કહ્યું હતું કે સતત ચોથા વર્ષે શિવમહિમ્ન સ્ત્રોતનો પધ્ધતિસરનો અભ્યાસ ઋષિકુમારો અને શિવ ભક્તો તપોવન સંકૂલ કરી રહ્યા છે,શ્રાવણ માસમાં શિવ મહોત્સવ સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.પરમ પૂજય નિજાનંદ સરસ્વતી,ડી.કે.સ્વામી અને ઉદ્યોગપતિ મફતભાઈ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રવચન બાદ તપોવન સંકૂલના પટાંગણમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સવા લાખ રુદ્રાક્ષનું 11 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે.જેનું પૂજન અર્ચન અને આરતી ઉપસ્થિત સૌ શિવભક્તોએ કરી હતી. અગિયારસથી અમાસ તારીખ-10મી સપ્ટેમ્બરથી પંદરમી સપ્ટેમ્બર સુધી સાંજે 6થી 7:30 શિવમહિમ્ન સ્ત્રોત અને 7:30 કલાકે આરતીનો લાભ લેવો સૌને આમંત્રણ છે.