Published By : Patel Shital
- આગામી વર્ષોમાં દિવસના 24 નહિ પણ 25 કલાક હશે…
- દક્ષિણથી ઉત્તર તરફ વર્ષમાં સૂર્યના ભ્રમણને લઈ બે વખત પડછાયો અલોપ થવાની બનતી વૈજ્ઞાનિક ઘટના…
ભરૂચ શહેરની પ્રજાએ આજે 29 મે સોમવારે પોતાનો સહિત અન્ય ચીજવસ્તુઓનો પડછાયો ગાયબ થતા નજરે જોયો હતો.
સૂર્ય ઉત્તર થી દક્ષિણ અને દક્ષિણ થી ઉત્તર ભ્રમણ કરે છે ત્યારે વર્ષમાં બે વખત આ વૈજ્ઞાનિક ખગોળીય ઘટના સર્જાઈ છે. જેમાં ચોક્કસ સમય અને સ્થળે સૂર્યના કિરણો સીધા પડતા જે તે વસ્તુનો પડછાયો તેની બરાબર નીચે આવતા અલોપ થઈ જાય છે.

ભરૂચમાં આજે પડછાયો ગાયબ થવાની ઘટના 12.35 એ બની હતી. ભરૂચના ખગોળશાસ્ત્રી અરવિંદ પંચાલે પડછાયો ગાયબ થવાની આ ખગોળીય ઘટનાને પ્રેક્ટિકલ બતાવી હતી.
આવનાર વર્ષોમાં દિવસ 24 કલાકનો નહિ પણ 25 કલાકનો હશે. આપણી પૃથ્વી જે ધરી પર ફરી રહી છે. તેની ગતિ ધીમી પડી રહી છે અને આગામી વર્ષોમાં તેને લઈ દિવસ 25 કલાકનો થઈ જશે. સાથે જ મકરસંક્રાંતિ – ઉત્તરાયણ પણ 14 ને બદલે 15 જાન્યુઆરીએ આવશે.