Published By : Parul Patel
- ભરૂચમાં રંગ અવધૂત મહારાજની 125 મી જન્મ જ્યંતી નિમિતે શ્રી રંગ અવધૂત દત્ત પરિવાર દ્વારા નવડેરા દત્ત મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી.
- ભરૂચ નીલકંઠ ઉપવન ખાતે બે દિવસીય રંગ અવધૂત જન્મ જ્યંતી અને પાટોત્સવની ભવ્ય ઉજવણી શનિવારથી થઈ રહી છે.

દત્તોપાસક પરિવાર દ્વારા રંગ અવધૂત મહારાજની 125 મી જન્મજયંતી અને દત્ત મૂર્તિનો 71 પાટોત્સવ ભવ્ય મનોરથ સાથે ઉજવાય રહ્યો છે. શનિવારે નીલકંઠ ઉપવન ખાતે સાંજે દત્તમંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું.

રવિવારે સવારથી 125 પાદુકાજીનું સામૂહિક પૂજન અર્ચન કરાયું હતું. જેમાં દત્તોપાસક પરિવાર, યજમાનો અને મહાનુભવો ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર, બિલ્ડર પંકજ હરિયાણી સહિતે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. બપોરે મહાપ્રસાદી બાદ મહોત્સવ સંપન્ન થયો હતો.