Published By : Patel Shital
- ભરૂચમાં ગાયબ થયેલી 200 બસો 6 વર્ષ બાદ ફરશે પરત : CM કરાવશે સિટી પ્રવેશ
- રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્મિત સિટી બસ સ્ટોપનું સંભવત 17 જૂને લોકાર્પણની તડામાર તૈયારી…
- શહેરમાં હવે ST બસોના ટ્રાફિકનો પણ થશે જમાવડો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2017 માં ઇ-શિલાન્યાસ કરેલા 100 કરોડના આધુનિક સેન્ટ્રલ બસ સ્ટેશનનું 6 વર્ષ બાદ લોકાર્પણ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમનની ઘડીઓ ગણાય રહી છે.
ભરૂચના ST બસ ટર્મિનલ એરપોર્ટને પણ ટક્કર આપે તેવું હાઈટેક અને અત્યાધુનિક 6 વર્ષ બાદ બની ગયું છે. અંદાજે ₹1 અબજના ખર્ચે આકાર પામેલું બસ ટર્મિનલ શહેર અને જિલ્લા માટે નવું નજરાણું બની રહેશે. ભરૂચમાં 7 માર્ચ 2017 ના રોજ PM નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આ બસ ટર્મિનલમાં 1,25,000 ચોરસ ફૂટનું વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જ્યારે કોમર્શિયલ સુવિધાઓ પણ ઉભી કરાઈ છે. આ બસ ટર્મિનલમાં એરપોર્ટ જેવી સુવિધાઓ જોવા મળી રહી છે. હવે ભરૂચ સિટી સેન્ટર સેન્ટ્રલ બસ સ્ટોપ તૈયાર થઈ ગયું હોય તેના ઉદ્ઘાટન માટે CM ભુપેન્દ્ર પટેલની તારીખ મેળવવા કવાયત શરૂ કરાઇ છે. ભરૂચ ST વિભાગમાંથી સાંપડેલી વિગતો મુજબ 17 જૂન 2023 ના રોજ સંભવત ડેપોના લોકાર્પણ માટે ફાઇનલ થઈ ગઈ છે. ભરૂચ સિટીમાંથી 6 વર્ષથી ગાયબ થયેલી 200 જેટલી બસ ફરી પરત ફરશે. જેને લઈ શહેરમાં હવે ST બસોનો પણ ચક્કજામ અને ટ્રાફિક જોવા મળશે.