Published By : Parul Patel
- દિવાસાએ માટીની મૂર્તિની સ્થાપના બાદ પ્રથમ, દ્વિતીય અને તૃતીય રૂપ બાદ અપાઈ રહેલ અંતિમ સ્વરૂપ
- આ વખતે 19 વર્ષ બાદ મેઘરાજા 55 દિવસનું ભરૂચમાં આતિથ્ય માણશે

એકમાત્ર ભરૂચ શહેરમાં 250 વર્ષ કરતા વધુ સમયથી ઉજવાતો મેઘરાજાનો ઉત્સવ આ વર્ષે ખાસ બની રહ્યો છે.
અધિક માસને લઈ ભરૂચમાં મેઘરાજા બે દશક બાદ બે મહિનાની મહેમાનગતિ માણનાર છે. છપ્પનિયા દુકાળ પહેલાથી ઉજવાતા મેઘઉત્સવમાં સમસ્ત ભરૂચ ભોઈ સમાજ દ્વારા અષાઢી અમાસ દીવાસાના દિવસથી મેઘરાજાની માટીની કલાત્મક મનમોહક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે.
જે બાદ સમાજના જ યુવા કલાકારો દ્વારા તેના મસ્તિષ્ક ઉપર ફેણીદાર નાગનો બીજો લુક બનાવી જાહેર કરાયો હતો. મેઘરાજને સફેદ રંગે રંગી ત્રીજું સ્વરૂપ આપ્યા બાદ હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
મેઘરાજાના ફાઇનલ લુકમાં તેમને રંગ કરવામાં આવી રહ્યો છે. જે આજે રવિવારે રાતે કે સોમવારે તૈયાર થઈ જશે. બાદમાં તેમને ભવ્ય શણગાર અને પોશાક પહેરાવવામાં આવશે.